મેક્સિકો: મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામની બુધવારે રસ્તા પર એક વ્યક્તિએ છેડતી કરી, જેણે કથિત રીતે તેમને સ્પર્શ કરવાનો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના રાજધાની મેક્સિકો સિટીના જૂના વિસ્તારમાં બની હતી.
રાષ્ટ્રપતિ શીનબામ લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તે વ્યક્તિ તેમની પાસે આવ્યો, તેમની કમર પર હાથ મૂક્યો અને તેમને પકડીને કિસ કરવાનો પ્રયાસ કર્યો.શીનબામે હસીને શાંતિથી તેનો હાથ હટાવ્યો, તેની તરફ જોયું અને કહ્યું, 'ચિંતા ના કરો.' ત્યાર બાદ તરત જ તેના સુરક્ષા ગાર્ડ્સ તેને દૂર લઈ ગયા.આ ઘટના અંગે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. શીનબામ ઘણીવાર રસ્તાઓ પર નીકળે છે, લોકો સાથે હાથ મિલાવતા હોય છે, સેલ્ફી લેતા હોય છે અને તેમને સાંભળતા હોય છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મેક્સિકોમાં રાજકીય હિંસા વધી રહી છે, તાજેતરમાં મિચોઆકન રાજ્યમાં ઉરુઆપનના મેયર કાર્લોસ માન્ઝોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Reporter: admin







