દાહોદ શહેરમાં મોસમને માર્યો પલટો દાહોદ જિલ્લામાં દાહોદ સહિત મૂડી રાત્રે ઝાલોદ લીમડી લીમખેડા સિંગવડ જિલ્લામાં વરસાદ પડ્યો હતો ક્યારે દાહોદ લીમડી અને લીમખેડામાં ભારે વરસાદ પડ્યો હતો
લીમડીની રસ્તા ઉપર ગોધરા રોડ હાઇવે પર એક ઝાડ અને વીજ થાંભલો રસ્તામાં પડી જતા લોકોને ભારે તકલીફનું સામનો કરવો પડ્યો હતો દાહોદ શહેરમાં ઘણા વિસ્તારોમાં જમીનમાં ખાડા જોવા મળ્યા હતા અને લોકોને સામનો કરવો પડ્યો હતો સમાચાર લખાયા ત્યાં સુધી વરસાદ દાહોદ શહેરમાં પડી રહ્યો હતો.
દાહોદ ખાતે આજે સોમવારના રોજ વહેલી સવારે ૨ થી ૪ વચ્ચે ૫૫ મીમી. અને ૪ થી ૬ વચ્ચે ૩૦ મીમી.+ આજે સવારે ૬ થી રાતના ૮ વચ્ચે ૭ મીમી. મળી કુલ ૯૨ મીમી (૩.૬ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે દાહોદ ખાતે ગત રાતના ૧૨ વાગ્યા સુધીના ૨૬૭ મીમી + આજે મધરાતથી સવારે ૬ સુધીના ૯૨ મીમી. મળી કુલ ૩૫૯ મીમી. (૧૪.૧ ઈંચ) વરસાદ નોંધાયો છે.
Reporter: admin