News Portal...

Breaking News :

અસહ્ય ઉકળાટ અને લાંબા વિરામ બાદ શહેરમાં મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી

2024-07-15 17:57:05
અસહ્ય ઉકળાટ અને લાંબા વિરામ બાદ શહેરમાં મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી


વડોદરા શહેરમાં આજે બપોરના સમયે કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 


છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં નજીવા વરસાદ છતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી હજી ઉતરતા નથી. જ્યારે બીજી બાજુ આજે સવારથી જ શહેરમાં વાદળીયું વરસાદી વાતાવરણ રહ્યું હતું. જોકે દિવસભર સતત ઉકળાટ રહે છે બપોરે ઉનાળાના દિવસો યાદ આવે તેવું ગરમીનો અહેસાસની પ્રતીતિ થાય છે. વડોદરા શહેરમાં આજે બપોરના સમયથી અનરાધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં નજીવા વરસાદ છતાં  શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી હજી ઉતરતા નથી. 


જ્યારે બીજી બાજુ આજે સવારથી જ શહેરમાં વાદળીયું વરસાદી વાતાવરણ રહ્યું હતું. જોકે દિવસભર સતત ઉકળાટ રહે છે બપોરે ઉનાળાના દિવસો યાદ આવે તેવું ગરમીનો અહેસાસની પ્રતીતિ વચ્ચે વરસાદ વરસતાં શહેરીજનોને અસહ્ય ઉકળાટ અને બફારમાંથી મુક્તિ મળી હતી.અલબત્ત પાલિકાની પ્રીમોન શું કામગીરીના દાવા ખોટા પડ્યા છે અને વરસાદની જોરદાર બેટિંગમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કોર્પોરેશનનું તંત્ર પાણીના નિકાલ માટે કસરત કરી રહ્યું છે. એક બાજુ કડાકા-ભડાકા સાથે વરસાદને કારણે પાણી રસ્તા પર ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનેક વાહન ચાલકોના વાહનોમાં પાણી ભરાઈ જતા ધક્કા મારીને બહાર કાઢવા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

Reporter: admin

Related Post