ચોમાસાની અંદર એક તરફ કોલેરાના રોગની મહામારીનો સામનો શહેરના નાગરિકો કરી રહ્યા છે ત્યારે ખાદ્ય પદાર્થોને લઈને મિલાવટના બનાવો અંગે પાલિકાની ફૂડ સેફટીની ટીમ દ્વારા વિવિધ એકમો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શહેર વિસ્તારમાં જાહેર જનતાના આરોગ્યની સુખાકારી માટે કોર્પોરેશનના કમિશનરની સૂચના અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા શહેરના 15 જેટલા એકમો ખાતે આકસ્મિક ચેકિંગ સાથે કર્યું હતું જેમાં વારસિયા નિઝામપુરા અલકાપુરી ઓપી રોડ છાની તરસાલી બાયપાસ રેસકોસ ઇલોરા પાર્ક વાઘોડિયા રોડ જેવા વિસ્તારોમાં આવેલ આવેલ 15 જેટલા એકમોને ત્યાંથી મગદાળ પનીર સેઝવાન રાઈસ આઈસ્ક્રીમ પનીર બટર મસાલા ચીલી પાવડર સેવ ટમેટાનું શાક છોલે કુલચે છે દમ વેજ બિરયાની મેંગો મિલ્ક શેક જેવા ખાદ્ય પદાર્થોના નમુના લઈને પાલિકાએ તેના પૃથ્થકરણ માટે પબ્લિક લેબોરેટરીમાં મોકલ્યા હતા
અલબત્ત પાલિકા દ્વારા આ કામગીરીમાં લેવામાં આવેલા નમુના પાલિકાની લેબોરેટરીમાં અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ ના પરિણામ સાથે જાહેર થવાને કારણે પાલિકા દ્વારા 15 એકમોના ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોમાસાના સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર બહારના ખાદ્ય પદાર્થો નહીં ખાવા અંગેની એ સૂચના આપવામાં આવે છે ત્યારે પાલિકાની આ પ્રકારની કામગીરીને લઈને હવે શહેરીજનો બહાર વેચાતા ખાદ્ય પદાર્થો નો ઉપયોગ ન કરે તે તેમના આરોગ્ય માટે હિતાવહ હશે એવું ચોક્કસથી કહી શકાય.
Reporter: