News Portal...

Breaking News :

મેઘરાજા ની છડી પોકારતી વાદળોની ગર્જના: વીજળીના ચમકારા

2024-06-09 19:05:30
મેઘરાજા ની છડી પોકારતી વાદળોની ગર્જના: વીજળીના ચમકારા



મેઘરાજા ની છડી પોકારતી વાદળોની ગર્જના: વીજળીના ચમકારા...
   જોશભેર ફૂંકાતા પવનો વચ્ચે વાદળોએ એક બીજા સાથે ટકરાઈ ને ગર્જના દ્વારા મેઘરાજા ના આગમનની બા અદબ બા મુલાહેજા છડી પોકારવાનું શરૂ કર્યું અને ત્યારે જ વીજળી ના ચમકારા શરૂ થઈ જતાં મેઘલી સાંજ મનગમતી બની ગઈ હતી.
  વાદળો અને વીજળીનો શોરબકોર જાણે કહી રહ્યો હતો કે મેઘરાજા રથ પર સવાર થઈને રાજવી નગર તરફ આવવા નીકળી ગયા છે.
  કોઈ પૂર્વ તૈયારીઓ અધૂરી હોય,કચાશ રહી ગઈ હોય તો બધું સમુસુતરું કરી લેજો.પછી ધોધમાર ચોમાસે કોઈ તકલીફ પડે તો મેઘને ગુનેગાર ન ઠેરવતા.
   જો કે શહેરી તંત્ર હજુ ચોમાસું આફતોના મુકાબલા માટે સુસજ્જ બની રહ્યું છે.ત્યારે આજના મોસમે પ્રી મોન્સુન કામગીરી સત્વરે અને ચોકસાઈ સાથે પૂરી કરી લેવાની જાણે કે છેલ્લી ચેતવણી આપી દીધી હતી.
તેની સાથે સાંજના ૬.૪૫ ના સુમારે વરસાદ તુટી પડયો હતો



મેરે શહેરને મિજાજ બદલા...
સાંજે વાદળ છાઇ અને પવન યુક્ત બની...
     ટપ ટપ ટપ ટીપાં પડ્યા...
   શાયરના શબ્દોમાં કહીએ તો મેરે શહર ને મિજાજ બદલા હૈ.
  નવી દિલ્હીમાં મોદી ૩ નું શપથ ગ્રહણ શરૂ થવાના ટાણે જ શહેરના વાતાવરણે રૂપ બદલ્યું હતું.
   ભારત - પાકિસ્તાનની ઉત્તેજના ભરી ક્રિકેટ મેચ ના એંધાણ ની જેમ વાતાવરણે પડખું ફેરવ્યું હતું.
  



 શહેર આખી બપોર ધોમધખતા તડકામાં પાપડની જેમ શેકાયું હતું.સાંજના ૫ વાગ્યા સુધી સૂરજ દેવતા ઠંડા પડ્યા ન હતા.
  ત્યાં એકાએક શહેરની ચારે ય ક્ષિતિજો પર કાળા ડીબાંગ વાદળો ઢગલે ઢગલા ઉમટી પડતા શહેરમાં રાહત આપનારી કુલનેસ અનુભવાઈ હતી.
  ઝડપી પવનો સાથે વાવાઝોડાની અસર જણાઈ તેની સાથે થોડાક અમીછાંટણા થયા.
  એકંદરે વાતાવરણ પરિવર્તન થી શહેરીજનો નો તપારો થોડો ઘટયો હતો

Reporter: News Plus

Related Post