વડોદરા પોલીસની ટ્રાફિક શાખા અને આરટીઓના અધિકારીઓએ મળીને સરકારી નિયમોનો ઉલ્લંઘન કરતા ૧૨૨ સ્કૂલ વર્ધીના વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત સ્કૂલ વર્ધીના વાહનો હંકારતા
ડ્રાઈવરોને તમામ નિયમોનું પાલન કરવાના તથા રોંગ સાઈડે વાહન નહીં હંકારવાની કડક સૂચના આપવામાં આવી હતી.
આજે કારેલીબાગ વિસ્તારમાં પોલીસ, આરટીઓ અને સ્કૂલમાં ચાલતા વાહનોના ચાલકો તથા માલિકોની એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોને સૂચના આપવામાં આવી હતી કે, સ્કૂલ વર્ધીના વાહનોમાં
નિયત કરેલી મર્યાદા કરતા વધારે બેસાડવા નહીં, સ્કૂલ વર્ધી માટે વપરાતી વાન કે, ઓટોરીક્ષામાં જો રજિસ્ટ્રેશન થયા બાદ સીએનજી અથવા એલપીજી કિટ ફીટ કરવામાં આવી હોય તો તેની નિયમાનુસાર અલ્ટરેશન
પ્રક્રિયાબાદ જ ફીટ થયેલી છે કે કેમ ? તે સુનિશ્ચિત કરવી. ઉપરાંત, સ્કૂલ વેનનું આરટીઓમાં ટેક્સી પાસિંગ કરાવવું, સ્કૂલવર્ધીના વાહનનો વીમો, ટેક્સ, પરમિટ, પીયુસી, ફીટનેસ હોવા જોઈએ. ડ્રાઈવર પાસે વેલિડ લાયસન્સ હોવું જોઈએ.
સ્કૂલના બાળકોને ભાડેથી લઈ જતા દરેક વાહનની આગળ-પાછળ સ્કૂલ રીક્ષા અથવા સ્કૂલ વેન લખવુ ફરજીયાત છે. દરેક વાહનમાં પ્રાથમિક સારવારની કીટ મુકવી, અગ્નિશામકના સાધનો મુકવા, સ્કૂલ વાન કે, રીક્ષાની બહાર બાળકોની બેગો લટકાવવી નહીં, તેમજ બાળકોની સલામતી અન્વયે સ્કૂલ રીક્ષા-વેન ચાલકોની વિગતવાર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
Reporter: News Plus