કોર્પોરેશનની બાંધકામ પરવાનગીના ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓની નોટિસ એટલે ગેરકાયદેસર બાંધકામ કરનારને બચાવવાનુ સાધન...
સ્વચ્છતામાંએવોર્ડ મળે કે ના પણ મળે, ગેરકાયદેસર બાંધકામોનો, એવોર્ડ તો માત્ર વડોદરા પાલિકાને જ મળે...
બાંધકામ પરવાનગી શાખામાં ટી.ડી.ઓ. કોઈ પણ હોય પણ મ્યુ. કમિશનર કે ડે. કમિશનર મૌની બાબા કેમ બની જાય છે ? એમના ઉપર કયા નેતાઓનું દબાણ છે ? કેમ્પ ઓફિસમાં જો હપ્તા અપાતા હોય કે ભાગબટાઈ થતી હોય તો જ અધિકારીઓ આટલા બેફામ બની શકે
રજા ચિઠ્ઠી વિરુદ્ધના,આવા ગેરકાયદેસર બાંધકામને જો ટીડીઓ કે કમિશનર જો કાયદેસરનો થપ્પો મારી આપતા હોય તો અખબારમાં જાહેરાતો આપવી જોઈએ, જેથી અન્ય નાગરિકો પણ લાભ લઈ શકે.

સ્માર્ટ સિટી કે સ્વચ્છતામાં વડોદરાને કદાચ એવોર્ડ મળે કે ના પણ મળે પણ ગુજરાતમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામોનો, એવોર્ડ તો માત્ર વડોદરા પાલિકાને જ મળે.ટીડીઓ પરિમલ પટણીને અને પૂર્વ ટીડીઓને આવો એવોર્ડ આપીને નવાજવા જોઈએ અને પછી ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરવા જોઈએ
કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખા મલાઇદાર જગ્યા છે અને તેમાં કામ કરનાર ટીડીઓથી માંડીને પટાવાળા સુધી મલાઇનો સ્વાદ ચાખતા રહે છે, જ્યાં સુધી તે રિટાયર્ડ ના થાય. ઘણાં તો નિવૃત્તી પછી પણ લાગવગ ચલાવીને મલાઇ આરામથી આરોગે છે. તેમાં શાસકોનો પણ સહયોગ મળતો રહે છે. વડોદરા મહાનગરપાલિકાનાં બાંધકામ કચેરીના.ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓને ફરજના ભાગ રૂપે બાંધકામ પરવાનગીની વિકાસ પરવાનગી આપવાની હોય છે. વિકાસ પરવાનગી આપી, આપેલ વિકાસ પરવાનગીના સ્થળે જઈ અને આપેલ રજાચિઠ્ઠી મુજબ બાંધકામ થાય છે કે નહી તે તપાસવાનુ બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓની ફરજમા આવે છે.પરંતુ બાંધકામ તપાસનીશ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી અને સમજોતા કરી લેવાય છે.આપેલ રજાચિઠી વિરુદ્ધનુ સ્થળે બાંધકામ બેરોકટોક ચાલે છે. આવી જ એક વિકાસ પરવાનગી વાઘોડીયા રોડ પર ઉમાચાર રસ્તા પાસે ટીપી સ્કીમ નંબર ૪ ના અંતિમખંડ નંબર ૩૬૭ માં આવેલ સબાબ સોસાયટીના પ્લોટમાં માલેતુજાર ગણદેવીકર જવેલર્સનાં માલિકો દ્વારા બાંધકામ પરવાનગી શાખા માંથી મેળવેલ રજાચિઠ્ઠી વિરુદ્ધનાં સ્થળે વધારાનું બે માળનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે.રજાચિઠ્ઠી વિરુદ્ધ માર્જિનમાં અને પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તેથી બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસની દ્વારા ફક્ત આપવા ખાતર બાં.પ. જા. નં. ૨૧૮ વર્ષ ૨૫/૨૬ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ જી.પી.એમ.સી. એક્ટ ની કલમ નં ૨૬૭ મુજબનું મનાઇ હુકમ આપવામાં આવેલો છે. સદર મનાઇ હુકમ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ આપેલ પરંતુ બાંધકામ પરવાનગી શાખાના સદર વોર્ડમા ફરજ બજાવતા અને જેની ફરજમા આવે છે. તે બાંધકામ તપાસની, ડેપ્યુટી ટીડીઓ, ટીડીઓએ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ મનાઈ હુકમ આપેલ બાદ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી. અને જે માર્જિન અને પાર્કિંગમાં રજાચિઠ્ઠી વિરુદ્ધનું અને ગેરકાયદેસર બે માળનુ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. તે દૂર કરવા માટે કોઈપણ જાતની ૨૬૦/૧ ની કે ૨૬૦/૨ ની નોટિસ આપવામાં આવેલ નથી. કેમકે સદર ફાઈલ ટી.ડી.ઓના ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા મંજૂરી મેળવેલ હોય તેથી ફક્ત આપવા ખાતર નોટિસ આપી અને સમય પસાર કરી અને સમજૌતા સાથે ભરપૂર ભ્રષ્ટાચાર કરી તમામ સર્ટીફીકેટ આપવાની પેરવીમાં હોય તેવું લાગી રહ્યુ છે.

જેતલપુરમાં ગણદેવીકર જવેલર્સ તથા બીજા ઘણા કોમર્શિયલ કોમ્પ્લેક્સને વાણીજ્ય એન.એ.હુકમ વગર જ કોમર્શિયલ વિકાસ પરવાનગીઓ આપેલી હોવાનું જણાઇ આવ્યું
આ ઉપરાંત પશ્ર્વીમ ઝોનમાં બી.પી.સી.રોડ પર આવેલ જેતલપુર ના રે.સ.નંબર ૧૦૫ મા ગણદેવીકર જવેલર્સ , તેમજ બીજા ઘણા કોમર્શિયલ કોમ્પ્લેક્સને વાણીજ્ય એન.એ.હુકમ વગર જ કોમર્શિયલ વિકાસ પરવાનગીઓ આપેલી હોવાનું જણાઇ આવ્યું છે. મોજે જેતલપુર ના રે.સ.નંબર ૧૦૫ મા બાંધકામ પરવાનગી શાખા ના બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ , ટી.ડી.ઓ દ્વારા ભષ્ટાચાર કરી ગેરકાયદેસર વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે. મહાનગર પાલિકા વડોદરાની બાંધકામ પરવાનગી શાખામા ભ્રષ્ટાચારમાં ગળાડુબ અધિકારીઓ એ CGDCR વિરુદ્ધની ઘણી બાંધકામ પરવાનગીઓ આપેલ છે. તેથી મ્યુનિસિપલ કમિશનર, ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહાનગરપાલિકા વડોદરાના બાંધકામ પરવાનગી શાખામા છેલ્લા 5 વર્ષનાં વિકાસ પરવાનગીના કેસોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો રીવાઈઝ્ડ વાણીજ્ય એન.એ. હુકમ બાકી હોય એટલે કે રીવાઈઝ્ડ વાણીજ્ય એન.એ. હુકમ રજુ કરેલ ન હોય તેવા ઘણા બધા કેસો મળી આવે તેમ છે. તેમજ ટી.પી. માં ઓછી કપાત કરી આપેલ બાંધકામ શાખાના બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ, દ્વારા આપેલ ગેરકાયદેસર રજાચિઠ્ઠીના ઘણા બધા કેસો બહાર આવે અને મોટો ભ્રષ્ટાચાર પણ બહાર આવે તેમ છે.આ ભ્રષ્ટાચારને ઉજાગર કરેલો હતો જે મુદ્દે ટી.ડી.ઓ પરીમલ પટણીએ જણાવ્યું હતું કે વધારાના ગેરકાયદેસર બાંધકામ સંદર્ભ નોટિસો આપેલ છે.અને કાર્યવાહી ચાલુ છે.પરંતુ ટી.ડી.ઓ દ્વારા ફક્ત નોટિસો આપીને ટાઈમ પસાર કરવાની પેરવી કરી રહ્યા છે. પ્રમાણીક મ્યુનિસિપલ કમિશનરનું નામ પણ ખરાબ કરી રહ્યા છે.
હવાલાના ટીડીઓથી ચાલતા બાંધકામ પરવાનગી શાખામાં હજી સુધી કોઇ કાયમી નિમણુક કેમ થઇ નથી ?
શહેરમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર ગણાતા કોર્પોરેશના બાંધકામ પરવાનગી શાખામાં કાયમી ટીડીઓ જ નથી અને તેથી લોલમલોલ ચાલી રહ્યું છે. આ વિભાગ હાલ હવાલાથી ચાલી રહ્યો છે અને હવાલો હોય એટલે પછી પુછવાનું રહેતું નથી. હાલ ઇન્ચાર્જ ટીડીઓ પરિમલ પટણીના ભરોસે બધો જ વહિવટ થઇ રહ્યો છે અને વહિવટ કહીએ ત્યારે સમજી લેવું કે તમામ પ્રકારના વહિવટની અહીં વાત થઇ રહી છે. નવા ટીડીઓ માટેની ભરતી પ્રક્રિયા શરુ થઇ છે પણ ક્યારે નવા કાયમી ટીડીઓની નિમણુક થશે તે રામ ભરોસે છે. આમ પણ કોર્પોરેશનમાં એવા ઘણા વિભાગો છે કે જે હવાલાથી ચાલે છે. આ વિભાગોને ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા ચલાવાઇ રહ્યા છે. તમામ હવાલાનાં વિભાગોમાં હજી સુધી કોઇ નિમણુક કેમ થઇ નથી તે સૌથી મોટો સવાલ છે.

Reporter: admin







