ધારાસભ્ય કેતન ઈનામદારનાં અરમાન અધૂરા રહ્યા
ડેસરની મેરાકૂવા દૂધ ઉત્પાદક મંડળીમાં આચરાયેલી ગેરરિતીના મામલે મેરાકૂવા ડેરીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં વિક્રમ પરમારની ધરપકડ કરાઇ હતી.
આ મામલામાં જેલમાંથી છુટેલા વિક્રમ પરમારને બરોડા ડેરીના ડીરેક્ટર કુલદિપસિંહ રાઉલજી જાતે લેવા જતાં સહકારી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કુલદીપસિંહ રાઉલજી અને ડેરી સત્તાધીશો સામે કેતન ઇનામદાર દ્વારા કરાયેલા આક્ષેપો કૌભાંડકારી મંત્રી જેલ માંથી છૂટતા ડેરી સત્તાધીશો અને કુલદીપસિંહની મીલીભગત છતી થઇ હોવાનું દેખાય રહ્યું છે.હવે આના પડઘા ડેરીની ચૂંટણીમાં પણ પડી શકે છે.તેવી ચર્ચા શરુ થઇ ગઇ છે અને કુલદિપસિંહનો ભોગ લેવાય તો નવાઇ નહી, તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. બીજી તરફ આ મામલે થયેલી તપાસ મંદ ગતિએ ચાલી રહી છે .જો પોલીસ સમગ્ર કૌંભાડની તપાસ નિષ્પક્ષ કરે તો અન્ય ડેરીના પણ આ પ્રકારના કૌભાંડો બહાર આવી શકે છે. ઉલ્લેખનિય છે કે મેરાકુવા દૂધ મંઢલીના પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી 39.92 લાખ ઉપાડી લેવાયા હોવાના આરોપ લગાવાયા હતા. બરોડા ડેરીની સહઉત્પાદક દૂધ મંડળી મેરાકુવાના હોદેદારાએ 40 લાખના ગોટાળા કર્યો હોવા મામલે MLA કેતન ઇનામદાર મેદાને પડ્યા હતા.
કેતન ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્ય છે તેમણે 15, મે ના રોજ બરોડા ડેરીના એમ.ડી. અને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે ડેસરની મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારો દ્વારા સહકારી મંડળીનાં પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી રૂપિયા 39.92 લાખની માતબર રકમની ઉચાપત કરવામાં આવી. વધુમાં તેમણે લખ્યું કે હોદેદારોએ પોતાના સ્થાનનો દુરુપયોગ કરી મૃતકોના બેંક ખાતામાંથી નાણા ઉપાડયા છે. આ ઉપરાંત MLA કેતન ઇનામદારે જિલ્લા ડીએસપીને પણ સમગ્ર મામલે તપાસ કરવા પત્ર લખ્યો હતો. ત્યારબાદ યુદ્ધના ધોરણે પોલીસે તપાસ કરીને જિલ્લા ડીએસપીને તપાસ રિપોર્ટ સુપ્રત કર્યો હતો. પોલીસ તપાસમાં કથિત રીતે ડેસરની મેરાકુવા દૂધ મંડળીના હોદ્દેદારોએ બેન્કમાંથી ખોટી રીતે નાણાં ઉપાડયા હોવાનું સામે આવ્યું. તાજેતરમાં દૂધ મંડળીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી. ડેસર પોલીસ મથકમાં પાંચ મૃતક સભાસદોના બેંક ખાતામાંથી નાણા ઉપાડવા મામલે પ્રમુખ રાવજી પરમાર, મંત્રી વિક્રમ પરમાર સામે FIR નોંધવામાં આવી. વિક્રમે મૃતક સભાસદના નામે બનાવટી સહી કરી હતી.અગાઉ વિક્રમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે MLA કેતન ઇનામદારના આક્ષેપો ખોટા છે. ઓડિટર દ્વારા દર વર્ષે ઓડિટ થાય છે તેમાં હિસાબો બિલકુલ ક્લિયર છે કોઈ ઉચાપત છે નહીં. મૃતક પાંચ સભાસદોના નામે જે લેવડદેવડ મેં કરી છે તે મારા માટે નહીં મંડળીનાં હિત માટે કરી હતી.
Reporter: admin







