News Portal...

Breaking News :

વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બી.એ.પી.એસ યજ્ઞપુરૂષ સભાગૃહ અટલાદરા ખાતે ધ્યાન શિબિર

2024-12-21 18:17:11
વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બી.એ.પી.એસ યજ્ઞપુરૂષ સભાગૃહ અટલાદરા ખાતે ધ્યાન શિબિર


સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યા બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 


આ ઐતિહાસિક દિવસને ધ્યાનની વાર્ષિક અને વૈશ્વિક ઉજવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના તેના પરિવર્તનકારી લાભ તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે  ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ પ્રયત્નોથી યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. 


આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપી રહ્યું છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ તથા આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપશ્યના જેવી યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા ૨૧ ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરવામાં આવી હતી. યોગાચાર્ય પ્રદિપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યોગ અને ધ્યાનની ભવ્ય ઉજવણી થકી  ધ્યાનના માધ્યમથી મનની શાંતિ અને આત્મ શુધ્ધિનો સંદેશ વિશ્વમાં ફેલાશે. ભારત વિશ્વગુરૂ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે યુનો દ્વારા દેશવાસીઓનાં સ્વાસ્થ્યને જાળવી રાખવા તેમજ વર્તમાન સમયમાં માનસિક તણાવને દૂર કરવા માટે ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ વર્ષનો સૌથી ટૂંકો દિવસ પણ હોય છે. આજની ઝડપી લાઇફમાં અનુકુલન સાધવું પણ જરૂરી બની રહ્યું છે તે માટે ધ્યાન એ અકસીર ઉપાય બન્યો છે. આ ઉપરાંત  બાળકો હોય કે મોટી ઉંમરના વૃદ્ધ લોકો પણ અનેક તણાવમાં રહેતા હોય છે ત્યારે તે તણાવને દૂર કરવા માટે ધ્યાન જરૂરી બની રહ્યું છે. મનુષ્યના શરીર માટે ૩૦ મિનિટનાં ધ્યાન થકી શારીરીક રોગથી પણ બચી શકે છે.આ કાર્યક્રમમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્રભાઈ પટેલ, ગાયત્રી પરિવારના જીગરભાઈ ઠક્કર, ગીરીશભાઈ પટેલ, ઉમિયા પરિવારના ભગવતીબેન પટેલ, 'હાર્ટફુલનેસ'ના ભાવિનભાઈ પટેલ, લાયસન્સ ક્લબના શ્રીમતી કોમલબેન ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post