વડોદરા : મીડિયા ક્લબ દ્વારા પહેલગામ માં મૃત્યુ પામેલા હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદર કાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાઓમાં મૃત્યુ પામેલા હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા સુંદર કાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક અતુલ પુરોહિત દ્વારા સુંદર કાંડ ગાવામા આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન મૃતકોના ફોટોને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને સ્થાનિક લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મહામંત્રી સત્યેન કુલાબકર, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી પણ જોડાયા હતા. અને આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.







Reporter: admin







