વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
સાથે ઘરે ઘરે નાગરિકોની સ્વાસ્થ્ય ચકાસણી સાથે જરૂરી દવાઓનું વિતરણ અને ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં પાણી, મચ્છરજન્ય તથા ચામડીના રોગોના કેસોમાં વધારો નોંધાયો છે.
આ રોગચાળાના ભરડામાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની પણ બાકાત રહ્યા નથી. તેમની દીકરીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેઓ વહેલા સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે.
Reporter: admin