દિલ્હી : સંસદમાં આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિના ભાષણ સાથે શરૂ થનારા બજેટ સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારૂ આર્થિક સર્વેક્ષણ 2024-25 આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનના નેતૃત્વ હેઠળની ટીમે તૈયાર કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. તેમણે પત્રકારોને સંબોધિત કરી ધનની દેવી માં લક્ષ્મીનું સ્મરણ કર્યું હતું. તેમજ સમૃદ્ધિની દેવીની સ્તુતિ કરતાં કહ્યું કે, આ સદીઓ જૂની પરંપરા છે. પીએમ મોદીએ કહ્યું, "હું પ્રાર્થના કરું છું કે મા લક્ષ્મી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગને આશીર્વાદ આપતા રહે. આ ખૂબ જ ગર્વની વાત છે કે ભારતે લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પૂર્ણ કર્યા છે. ભારતે વૈશ્વિક સ્તરે પોતાની જાતને સારી રીતે સ્થાપિત કરી છે.
આ મારા ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે, હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે 2047 માં, જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે ભારત વિકસીટનું લક્ષ્ય પૂર્ણ કરશે. દેશના તમામ ગરીબ અને મધ્યમવર્ગ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે. ગણતંત્રના 75 વર્ષ પૂર્ણ થયા છે. જે દરેક દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ મને ત્રીજી વખત આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે અને આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. મિશન મોડમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે 'નારી શક્તિનું ગૌરવ સ્થાપિત કરવું છે. આ સત્ર વિકસિત ભારતને નવી ઉર્જા આપશે. ભારતની તાકાત તેને લોકશાહી વિશ્વમાં એક ખાસ સ્થાન આપે છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 2047 માં, જ્યારે દેશ તેની સ્વતંત્રતાના 100માં વર્ષગાંઠની ઉજવણી કરશે ત્યારે દેશે લીધેલા વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ થશે.
Reporter: admin