News Portal...

Breaking News :

લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોની સમીક્ષાનો મામલો જીઓએમની સમક્ષ પેન્ડિંગ : સિતારમન

2024-12-03 09:08:57
લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોની સમીક્ષાનો મામલો જીઓએમની સમક્ષ પેન્ડિંગ : સિતારમન


દિલ્હી : જીએસટી પરિષદ જો હેલ્થ કે લાઈફ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોમાં ઘટાડાની ભલામણ કરે છે તો પોલિસી ધારક માટે વીમાનો ખર્ચ ઓછો થવાની આશા છે. 


નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ વાત કહી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે, 'જીએસટી પરિષદે 9 સપ્ટેમ્બરની પોતાની બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટીથી સંબંધિત મુદ્દાઓ પર સંપૂર્ણપણે વિચાર કરવા માટે મંત્રીઓના એક જૂથની રચનાની ભલામણ કરી હતી. લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોની સમીક્ષાનો મામલો જીઓએમની સમક્ષ પેન્ડિંગ છે. જો જીએસટી પરિષદ તરફથી જીએસટી દરમાં ઘટાડાની ભલામણ કરવામાં આવે છે તો જીએસટી ઘટાડવાથી પોલિસી ધારક માટે ઈન્શ્યૉરન્સના ખર્ચમાં ઘટાડો થવાની આશા છે.


'જીએસટી દર ઈન્શ્યૉરન્સ પ્રીમિયર પર અલગથી લાગુ થાય છે તેથી જો જીએસટી દર ઓછા થઈ જાય છે તો તેનાથી પોલિસીધારકને સીધો લાભ મળવાની આશા છે. ખાસ કરીને પ્રતિસ્પર્ધી માર્કેટમાં જ્યાં ઘણી વીમા કંપનીઓ છે. તેનાથી વીમાનો ખર્ચ એક મર્યાદા સુધી ઓછો થઈ જશે. વર્તમાનમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પોલિસીઓ માટે ચૂકવણી માટે જતાં પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લગાવવામાં આવે છે. સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદની બેઠક 21 ડિસેમ્બરે થવાની છે, જેમાં રાજ્ય સરકારોના મંત્રી પણ સામેલ હશે. આ બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટી ઘટાડવા માટે મંત્રી જૂથના રિપોર્ટ પર ચર્ચા થવાની આશા છે.

Reporter: admin

Related Post