વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર આવેલા નવજીવન હોસ્પિટલમાં પ્રસુતા અને ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ થતાં પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. જેના કારણે ડોકટરે પોલીસ બોલવતા મામલો વધુ ગરમાયો હતો.વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર આવેલા નવજીવન હોસ્પિટલ ખાતે પ્રસુતા કોમલ ઓડ જે છેલ્લા નવ મહિનાથી ગર્ભવતી હતા અને તેમની સારવાર નવજીવન હોસ્પિટલમાં ચાલતી હતી આજે સવારે છ વાગે પ્રસુતાને પેટમાં દુખાવો થતા પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ આવ્યા હતા અને દાખલ કર્યા બાદ સવારે દસ વાગ્યે ડોક્ટરે કોમલબેન તેમજ તેમના પેટમાં રહેલું બાળક બન્નેનું મૃત્યુ થયું છે.
તેવું પરિવારજનોને કહેતા પરિવારના સભ્યોએ ભારે હંગામો મચ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે નવ મહિનાની ઉપર થાય તો છેલ્લા સીઝર કરી પણ બાળકને જન્મ આપવામાં આવે છે પણ ડોક્ટર દ્વારા 10 મહિનાની ઉપર થઈ ગયા તો પણ શેની રાહ જોતા હતા. દસ મહિના બાદ ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું ત્યારબાદ કહેવામાં આવે છે કે તેમને એટેક આવ્યો છે આખરે પરિવારોનો આક્રોશ વધતા ડોક્ટરે પોલીસને જાણ કરતા જ પોલીસ પહોંચી ગઈ હતી જેના પગલે પોલીસ અને પરિવારજનો વચ્ચે તુ તુ મે મે ના દ્રશ્ય સર્જાયા હતા આખરે પોલીસે ડોક્ટર કેબિનની બહાર બંદોબત ગોઠવી દીધો હતો
વારસિયા રીંગરોડ વિસ્તારમાં આવેલા નવજીવન પ્રસુતિ ગૃહ ખાતે 25 વર્ષીય મહિલા ડિલિવરી માટે દાખલ થઈ હતી ડીલેવરી પૂર્વે પણ હોસ્પિટલની જ સારવાર લેતી હતી ગર્ભવતી મહિલા ને 9 મહિના ઉપરાંત નો સમયગાળો થઈ જવા છતાં પણ ડોક્ટરે કોઈ પણ કાર્યવાહી ન કરી હોવાનો પરિવાર જનોએ આક્ષેપ લગાવ્યો હતો.
Reporter: News Plus