વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલ્લંઘન કર્યું હોય તેવી રજૂઆત સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. અને આ મામલે આદર્શ આચાર સંહિતા ભંગ થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ અંગેનો જવાબ મેળવવા માટે રૂત્વિજ જોશી આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમને લેખિતમાં કોઇ જવાબ નહિ મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેખિતમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ
લોકસભાની ચૂંટણી લઇને સરકારી અધિકારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આખરી ઘડીએ ભાજપના લોકસભા ઉમેદવારે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હોય તેવી રજૂઆત સાથે કોંગ્રેસ દ્વારા લેખિતમાં જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. કોંગી પ્રમુખનું કહેવું છે કે, વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી દ્વારા નામ આગળ ડોક્ટર લગાડવું સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલ્લંઘન છે. જેથી તેમની સામે તે મુજબની કાર્યવાહી થવી જોઇએ.
વડોદરા કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, ગઇ કાલે અમે ભાજપના લોકસભા ઉમેદવાર સંદર્ભે લેખીત રજૂઆત આપી હતી. આજે જવાબ મળ્યો નથી. ભાજપના ઉમેદવારે આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોય તેમ જણાય છે. હેમાંગ જોશીએ પ્રચાર પ્રસારમાં બધી જ જગ્યાએ પોતે ડોક્ટર છે તેમ લખાવ્યું છે. તેમના એફીડેવીટમાં ડોક્ટર લખ્યું નથી. તેમના અભ્યાસમાં તેઓ ફીઝીયોથેરાપીસ્ટ છે. દેશની સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર, ફીઝીયોથેરાપીસ્ટ તેમના નામ આગળ ડોક્ટર લગાવી શકે નહિ. આ IMA ની વેબસાઇટ પર જણાયું
વધુમાં રૂત્વિજ જોશી જણાવે છે કે, તાજેતરમાં સરકારી કર્મચારીઓનું બેલેટ મારફતે વોટીંગ થયું છે. અમારા ચૂંટણી એજન્ટે જોયું કે, ઉમેદવારના નામ આગળ ડોક્ટર લખ્યું છે. તેમની પીએચડી પૂર્ણ થઇ નથી, તો ડોક્ટર કેવી રીતે લખી શકે. ઇવીએમના બેલેટ યુનિટ અને બેલેટ પેપર ડોક્ટર લખેલું કેમ છે ! આમાં કોર્ટના જજમેન્ટનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. તેમાં કાનુની દંડની જોગવાઇ પણ છે. વડોદરાની પ્રજાને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે કરેલુ કૃત્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલ્લંઘન છે. તેમણે પ્રજાના સેવક બનવા નિકળ્યા હોય ત્યારે સાચુ બોલવું જોઇએ. આમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેમ અમારૂ માનવું છે. કલેક્ટરને લેખિતમાં રજૂઆત આપવામાં આવ્યો છે. પરંતુ કોઇ જવાબ આવ્યો નથી
Reporter: News Plus