News Portal...

Breaking News :

મહારાજ ફિલ્મના વિરોધમાં વડોદરામાં VYO અને VIPO ની જંગી રેલી

2024-06-20 20:12:19
મહારાજ ફિલ્મના વિરોધમાં વડોદરામાં VYO અને VIPO ની જંગી રેલી




*પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી બંને વૈષ્ણવાચાર્ય એ પોતાના અનુયાયી દ્વારા વિરોધ નોંધાવ્યો.*વષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ શ્રી દ્વારા સંસ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ( VYO ) તેમજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ની VIPO સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવોના રક્ષણ માટે *"વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિ"* નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં હિન્દુ ધર્મના દુષ્ટ પ્રચાર કરતી  *મહારાજ ફિલ્મ* ના પાછળ વિરોધ માટે એક વૈષ્ણવ રેલી કરવામાં આવી હતી. આ રેલીમાં VYO અને VIPO ના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું અને કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી.





આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા. પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયમાં વૈશ્વિક રીતે સંપ્રદાયનો બહોળો પ્રચાર કરવા પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી આગવી રીતે કાર્યરત છે ત્યારે બંને આચાર્યોની આ યુતિ એ વૈષ્ણવ સમાજમાં જબરદસ્ત એકતાનું દર્શન કરાવ્યું હતું.વૈષ્ણવ સમાજ માટે બંને આચાર્યો ભેગા થઈને આ હિન્દુ ધર્મ તેમજ વૈષ્ણવ સંપ્રદાય અને ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણીને જોતા એવા પર ગંભીર આક્ષેપો કરતી *મહારાજ ફિલ્મ* નો વિરોધ ખૂબ જ મોટા પાયે થઈ ગયો છે.



અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે VYO ભારતના સલાહકાર શૈલેષભાઈ પટવારી *મહારાજ ફિલમના* મુદ્દા પર હાઇકોર્ટમાં પિટિશન અને બીજા VIPO ના કાર્યકર્તાઓ સાથે મળીને કરી હતી. જેના પરિણામ સ્વરૂપે હાઇકોર્ટે ફિલ્મ રિલીઝ પર રોક લગાવી હતી.વડોદરા શહેરની આ રેલીએ ગજબનું આકર્ષણ જમાવ્યું હતું.ડીજે માં "વૈષ્ણવ હે હમ વૈષ્ણવ હે, વલ્લભ કે હમ વૈષ્ણવ હે" ના ભજનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ સમિતિમાં VYO વડોદરાના પ્રમુખ અને વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, VYO ભારતના સલાહકાર અને GCCI ના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી, ધારાસભ્ય - કેયુરભાઈ રોકડિયા, વિધાનસભા દંડક અને ધારાસભ્ય - બાલુભાઈ શુક્લા, ધારાસભ્ય - જીતુભાઈ સુખડિયા, ડો. વિજયભાઈ શાહ VIPO ના પ્રમુખ શશીકાંતભાઈ, ભરતભાઈ ઝવેરી, બંદીષભાઈ રંગવાલા, SVVP પ્રમુખ કિરીટભાઈ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

Reporter: News Plus

Related Post