મેઘરાજા ફરી વાર હાથ તાળી આપી ગયા લઘુત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું વરસાદ નહીં પડતા શહેરીજનો નિરાશ વડોદરામાં આજે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળતા વરસાદની આશા બંધાઈ હતી. પણ સાંજ સુધી અમી છાંટણા નહીં પડતા લોકો ભારે નિરાશ થયા હતા. જોકે, આખોય દિવસ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછુ રહ્યુ હતુ. શહેરમાં લઘુત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ હતુ.
છેલ્લા કેટલાક દિવસોથી વડોદરામાં મેઘરાજા હાથ તાળી આપીને જતા રહે છે. શહેરના આકાશમાં વાદળો છવાય છે અને વિખેરાઈ જાય છે. આજે પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી. વાત એવી હતી કે, આજે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યુ હતુ. જેને લીધે શહેરીજનોને વરસાદની આશા બંધાઈ હતી. જોકે, મોડી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો. જેથી લોકો નિરાશ પણ થયા હતા. સામાન્ય રીતે ૨૦ જૂન સુધીમાં વડોદરામાં ચોમાસુ બેસી જતુ હોય છે
પણ આ વર્ષે હજી સુધી એકાદ વખત પણ ચોમાસા જેવુ વરસાદી ઝાપટું પડ્યુ નથી. વડોદરાના લોકો મેઘરાજાની કાગડોળે વાટ જોઈ રહ્યા છે. પણ હજીસુધી વરસાદની એન્ટ્રી પડી નથી. આજે દિવસ દરમિયાન વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. લઘુત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. વાતાવરણમાં વાદળા છવાયેલા રહ્યા હતા.
Reporter: News Plus