પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં રવિવારે ભીષણ આગ લાગી હતી.

બ્રિજ પાસેના 20 જેટલા ટેન્ટમાં આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હોવાનું માલુમ પડ્યું છે. રસોઈ બનાવવા ના ટેન્ટ માં પ્રાથમિક રીતે આગ લાગી હતી. ગેસના ભરેલા બોટલો ધડાકા ભેર ફૂટવા માંડ્યા હતા

પ્રાથમિક અહેવાલો અનુસાર અનેક ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે.પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ સાથે વહીવટીતંત્રના સ્થાનિક અધિકારીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
Reporter: admin







