ઉમરગામ : વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સિક્યુરિટી ગાર્ડે બંને કામદારોને બહાર કાઢી ફાયરની ટીમને જાણ કરાઈ હતી. આગ વધુ હોય દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઉમરગામ ફાયર ફાઈટરની ટીમે મેજર કોલ જાહેર કરી 8 ફાયરની ટીમની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કામદારોનો બચાવ થયો હતો. જોકે, કંપનીમાં 80 ટનથી વધુ પ્લાસ્ટિક અને મશીનરી બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક ધૂમાળો નીકળવા લાગ્યો હતો.

કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડે અન્ય 2 કામદારોને ઘટના અંગે એલર્ટ કરી ફાયર એક્સિઝ સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની સંચાલક અને ઉમરગામ ફાયરની ટીમની ઘટનાની જાણ કરાઈ હતી. કંપનીમાં પ્લાસ્ટિકની બેગ બનતી હતી. જેથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ જોતજોતમાં કંપનીમાં ઝડપથી ફેલાવા લાગી હતી. કંપનીના સંચાલકના માર્ગદર્શન હેઠળ કંપનીના વોચમેને કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. બીજી તરફ ક્લિયર પોલી પ્લાસ્ટ કંપની આ આગની ચપેટમાં આવી ગઈ હતી.
Reporter: admin







