વડોદરા : ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા સમાજના ઉત્થાન તેમજ કલ્યાણ માટે શ્રીમદ ભાગવત કથા મહોત્સવની સાથે સામૂહિક વિવાહ મહોત્સવનું આયોજનને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી.

વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 3 માર્ચ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે પરમ પૂજ્ય આચાર્ય વૃંદાવન મથુરાના અન્ય સંતો દ્વારા આધ્યાત્મિક જ્ઞાન તથા આશીર્વાદ પ્રદાન કરી શકે તેવા આશિર વચનો સાથે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવનાર છે. શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા તેમજ રુક્મિણી વિવાહ હવન પૂજા જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. ત્યારે રુકમણી દીવાના પાવન દિવસે તારીખ 1 માર્ચ 2025 ના રોજ સામૂહિક વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 108 યુગલોનું હર્ષોલ્લાસ આ પવિત્ર પહેલ અંતર્ગત નબળી આર્થિક પરિસ્થિતિ એવા યુગલોને દિવ્ય આશીર્વાદ તેમજ સામાજિક સહયોગ સાથે શુભ તેમજ ગરીમાઈ જીવનની શરૂઆત કરી શકે તેવા હેતુ આયોજન કરાયું છે

સાથે તમામ વધુ કન્યાઓને રૂપિયા 21,000 ની એફડી સંસ્થા તરફથી આપવામાં આવશે આ ભાગવત કથામાં 5,000 થી વધુ ભક્તો કથાનો લાભ લઈ શકશે સાથે કથા બપોરે 1 થી સાંજના છ કલાક સુધી યોજાશે સાથે 30 મી તારીખના સાંજના સમયે સમા અયપ્પા ગ્રાઉન્ડ ખાતેથી 1151 યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તરફ યાત્રા સમગ્ર સમાજ વિસ્તારમાં ફરશે સમા ખાતે આવેલ ઐય્યપ્પા ગ્રાઉન્ડ ચાણકપુરી સર્કલ પાસે સામુહિક વિવાહ મહોત્સવ નું આયોજન કરવામાં આવનાર છે. ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા તમામ લોકોને આધ્યાત્મિક આયોજનના ભાગ લેવા તથા નવજીવનની યાત્રા શરૂ કરવા હેતુસર યુગલોને સહયોગ પ્રદાન કરવા સાદર આમંત્રિત કરવામાં આવ્યા છે.



Reporter: admin