News Portal...

Breaking News :

રાપરમાં ભેંસના મોઢામાં દારૂખાનું ભેળવીને બનાવેલો લોટનો ગોળો ધડાકાભેર ફાટતાં આ અબોલ જીવને ગંભી

2025-02-23 16:54:38
રાપરમાં ભેંસના મોઢામાં દારૂખાનું ભેળવીને બનાવેલો લોટનો ગોળો ધડાકાભેર ફાટતાં આ અબોલ જીવને ગંભી


ભુજઃ રાપરના સણવામાં સીમાડે ચરવા ગયેલી ખેડૂતની ભેંસના મોઢામાં દારૂખાનું ભેળવીને બનાવેલો લોટનો ગોળો ધડાકાભેર ફાટતાં આ અબોલ જીવને ગંભીર ઇજાઓ પહોંચી છે.


કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના આશાપુરા રીંગરોડ વિસ્તારમાં ખાવાનું સમજીને વિસ્ફોટક ટોટાને મોઢામાં લેતાં થયેલા બ્લાસ્ટમાં માદા શ્વાનનું અતિશય પીડાથી તડપી તડપીને મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના, સીમાવર્તી રાપરના ફતેહગઢ ખાતે એક પડતર જમીનમાં ચરી રહેલી ગૌમાતાએ ખાદ્ય પદાર્થ સમજી મોઢામાં નાખેલો વિસ્ફોટક પદાર્થ ફાટતાં જડબું ફાટી જવાનો બનાવ, તેમજ બંદરીય માંડવી તાલુકાના બાડા ગામના સીમાડે ધણમાં ચરવા ગયેલા નંદીના મોઢામાં વિસ્ફોટક ગોળો ફૂટતાં જડબું અને જીભ સહિતના અંગોમાં ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના લોકોના માનસપટ પર હજુ તાજી છે 


તેવામાં ફરી એકવાર આવીજ બનેલી ઘટનામાં પીડાથી કણસતી આ ભેંસની તાત્કાલિક પહોંચેલી પશુ ચિકિત્સકિતની ટુકડીએ પ્રાથમિક ચાકરી કરી, વધુ સારવાર અર્થે નજીકના પશુ દવાખાનામાં મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે રાપર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, એક્સપ્લોઝીવ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૮ અને ૩૨૫ હેઠળ ફરિયાદ દાખલ કરી ગૌવંશને અત્યાચારનો ભોગ બનાવનાર નરાધમોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાપરના ફતેહગઢ, માતાના મઢ તેમજ અબડાસામાં પણ આ જ રીતે ચરિયાણ ચરી રહેલી ગાયો વિસ્ફોટક લાડુનો શિકાર બની હતી. ભુજમાં એક માદા શ્વાન પણ આવા વિસ્ફોટક લાડુનો ભોગ બની હતી જે બનાવમાં પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા હતા.

Reporter: admin

Related Post