વડોદરા : શહેર સહિત ગુજરાતનાં અલગ-અલગ શહેરોના જિમમાં ટ્રેનર તરીકે કામ કરતા લોકો ફિટનેસ નહીં, પણ જીવલેણ દવા વેચનારા પેડલર બની ગયા છે.

બની બેઠેલા જીમ ટ્રેનરોનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ આ ઘટનાને ગંભીરતાથી લઈને આજરોજ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી SOG, કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના જીમ-ફિટનેસ સેન્ટરોમાં સામૂહિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન શંકાસ્પદ દવાઓના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. SOG પી.આઇ. એસ. ડી. રાતડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે શહેરમાં ફિટનેસ અર્થે ચાલતા જીમ ફિટનેસ સેન્ટરોમાં જતા લોકોના સ્વાસ્થ-સલામતી માટે વડોદરા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે જરૂરી મીટીંગનું અયોજન કરવામાં આવ્યુ હતું. જેમા જીમ-ફિટનેસ સેન્ટરના સંચાલકો દ્વારા ન્યુટ્રાસ્યુટીકલ દવાઓ, પ્રોટીન પાઉડર તથા એનાબોલીક સ્ટીરોઇડનું ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી.


Reporter: admin







