News Portal...

Breaking News :

માર્ક કાર્નીની લિબરલ પાર્ટીને કેનેડાની સંસદની 343 બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો મળી

2025-04-29 10:53:13
માર્ક કાર્નીની લિબરલ પાર્ટીને કેનેડાની સંસદની 343 બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો મળી


કેનેડામાં 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરૂઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે. 


નોંધનીય છે કે, ચૂંટણી દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કેનેડાના લોકોને ચૂંટણીમાં એક મજબૂત નેતા પસંદ કરવાનું કહ્યું હતું.ચૂંટણી પરિણામો બાદ લિબરલ પાર્ટીને કેનેડાની સંસદની 343 બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો મળી છે. પરંતુ, હજુ એ સ્પષ્ટ નથી થયું કે, તે સ્પષ્ટ બહુમત હાંસલ કરી શકશે કે, તેમને સરકાર બનાવવા માટે અન્ય નાની પાર્ટીનો સહારો લેવો પડશે. માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. 


તાજા સરવે અનુસાર લિબરલ્સને 42.6 ટકા જ્યારે કન્ઝર્વેટિવ્સને 39.9 ટકા લોકોનું સમર્થન મળ્યું હતું. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. જે બાદ કેનેડામાં દેશભક્તિની ભાવના મજબૂત થઈ. જેનો ફાયદો લિબરલ પાર્ટીને થયો હોય તેવું અનુમાન છે. માર્ક કાર્ની કેનેડા અને બ્રિટનની સેન્ટ્રલ બૅન્કોમાં ગર્વનર રહી ચૂક્યા છે. જસ્ટિન ટ્રુડો બાદ તેમણે કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી.

Reporter: admin

Related Post