વડોદરા : આજવા રોડ દશાલાડ ભવન પાસે સોમવારે ભરબપોરે પાણીની પ્રેશર લાઈનમાં ભંગાણથી 20 ફૂટ ઊંચો ફુવારો ઊડ્યો હતો.
લાઈનની કામગીરી વેળા લીકેજ સર્જાયું હોવાથી ઝૂંપડાવાસી પાણી ભરવા દોડી ગયા હતા. દોઢ કલાક સુધી ફુવારો ઊડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આ અંગે કાઉન્સિલર પ્રફુલા જેઠવાને થતાં જાણ તેઓ પતિ સાથે દોડી ગયાં હતાં. જ્યાં કાઉન્સિલરના પતિ રાજુ જેઠવાએ 10 ફૂટ ઊંડા ખાડામાં ઊતરી હાથથી પાણીના પ્રેશરને રોકવા પ્રયાસ કર્યો હતો.
જોકે પુરવઠાના અધિકારીઓએ વાલ્વ બંધ કરતાં પાણી બંધ થયું હતું. ઈજનેર હેમલસિંહ રાઠોડે કહ્યું કે, ભંગાણ નથી પડ્યું. જાંબુડિયાપુરા ટાંકીથી 600 મિમીની નવી લાઈન નખાય છે, તેના પ્રેશર ટેસ્ટિંગનું કામ ચાલતું હતું.
Reporter: admin