દિલ્હી : ભારત સરકારે મનુ ભાકર અને ડી. ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે.
ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે.આ સિવાય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17 જાન્યુઆરીએ સવારે 11 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિજેતાઓને સન્માનિત કરશે.યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી.
17 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ આપવામાં આવશે. સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ જ સરકારે ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.મનુ અને ગુકેશ ઉપરાંત ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિયન પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે.મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં સૌપ્રથમ 10 મીટર એર પિસ્તોલમાં પોડિયમ પર સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર મિશ્ર ટીમમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે, તે રમતગમતના આ મહાકુંભની એક જ સિઝનમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે.ગુકેશની વાત કરીએ તો તે ચેસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન છે. 2024માં ચેન્નાઈના 18 વર્ષના ગુકેશના રૂપમાં એક નવો રોલ મોડલ દેશને મળ્યો છે.
Reporter: admin