મથુરા: વિશ્રામઘાટ ની સામે આવેલા સાક્ષાત રાજાધિરાજ મંદિર માં પ્રભુ શ્રી દ્વારકાધીશ બિરાજમાન છે. ત્યારે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના સાંનિધ્યમાં નવા વર્ષ મંગલ પ્રારંભમાં પ્રભુના સુખાર્થે મેવાનો બંગલામાં પ્રભુને બિરાજમાન કરીને દિવ્ય અલૌકિક ભવ્ય દર્શન યોજાયા.
જેમાં પૂ ડો વાગીશકુમારજી મહારાજના કરકમલો દ્વારા પ્રભુ ની આરતી ઉતારવામાં આવી. જેમાં દેશ-વિદેશ સહિત લાખો શ્રદ્ધાળુઓ, વૈષ્ણવો દર્શનાર્થે સ્વયંભૂ ઊમટી પડ્યા હતા. અને પ્રભુના મેવાના અલૌકિક દિવ્ય દર્શન કરીને સાચે જ કૃતાર્થ થયા હતા. દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓ પૂજ્યએ નવા વર્ષના શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. પ્રભુના દિવ્ય અલૌકિક મનોરથ માટે યુવાનોની હર હંમેશા ચિંતા કરતા અબોલપશુ પ્રેમી પૂ.વેદાંત કુમાર મહોદય , પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયએ આ દિવ્ય પ્રભુના અલૌકિક દર્શન માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું .
આમ મૉ યમુનાજીના નિરમાં શ્રદ્ધાળુઓ સંક્લ્પ કરી રાજાધિરાજ મંદિરમાં સાક્ષાત બિરાજમાન પ્રભુ દ્વારકાધીશ ના દર્શન કરીને વૈષ્ણવો વ્રજ યાત્રાની શરૂઆત કરતા હોવાનું પુષ્ટિ સંપ્રદાયમાં જોવા મળી રહ્યું છે. ગમે તેમ રાજાધિરાજ મંદિર પ્રભુ દ્વરકાધીશ મંદિર કે દર્શન કે બીના વ્રજયાત્રા અધૂરી એમ વૈષ્ણવો વ્રજ યાત્રા શરૂ કરતા પહેલા દ્વારિકાધીશના દર્શન અવશ્ય કરી ને જાય છે. એમ મથુરાવાસીઓ જણાવી રહ્યા છે. આ મથુરા નગરીમાં નવા વર્ષનો શુભારંભ ભક્તિમય વાતાવરણમાં પ્રારંભમંદિરના પદાધિકારીઓ ખડે પગે રહીને ખુબસરસ દર્શન માટે સુંદર વ્યવસ્થા કરી હતી. કીર્તન કારો એ પણ પ્રભુના પ્રિય કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી હતી.
Reporter: admin