વડોદરા : આજરોજ ભારતીય જનતા પાર્ટી વોડૅ નંબર 17 ના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના વરદ હસ્તે વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું આ તમામ કામો એક કરોડ 30 લાખનો ખર્ચ થશે.

૧) વોર્ડ ૧૭ માં ગોકુળનગર કો.ઓ.હા.સો. હજીરાની સામે પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ
૨) આનંદ કો.ઓ.હા.સો. માં પાણીની નળીકા નાંખવાનું કામ અને હરીનગરમાં પથ્થર પેવીંગનું કામ
૩) પાર્શિક સોસાયટીમાં પાણીની લાઈન નાંખવાનું કામ અને દિવ્યજ્યોત સોસાયટીમાં આંતરીક રસ્તે ૮૦% થી ૨૦% યોજના હેઠળ પાણીની નળીકા નાંખવાનું કામ થશે.
૪) ભવાનીનગર અને મહેશ્વરીનગર અલવાનાકામાં બાકી રહેતી ગલીઓમાં પથ્થર પેવિંગની કામગીરી અને પાર્થભુમી-૧ ના ગેટ થી શિવમ વિદ્યાલય સુધીનો રસ્તો કાર્પેટ કરવાનું કામ
૫) હેતલનગર પાસે આવેલ ક્રિષ્ણાનગરમાં રસ્તો કાચો પાકો કરવાનું કામ અને વ્રજ હોસ્પીટલની બાજુમાં જતા રસ્તે વરસાદી ગટર લાઇન નાંખવાનું કામ અને કલ્યાણબાગ સામે આવેલ વાડીયામાં રસ્તો કાર્પેટ થશે.
૬) અલવાનાકા સોમનાથનગરમાં બાકી રહેલી ગલીઓમાં કાર્પેટની કામગીરી હાથ ધરાશે જ્યારે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડ નંબર 17 ના કાઉન્સિલરો નિલેશ રાઠોડ દંડક શૈલેષ પાટીલ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે અત્યારની વાત એ છે કે આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે કચરા ગંદકીને લઈને વિસ્તારના રહીશોને ટોક્યા હતા કે કચરો ગંદકી કરવામાં આવે છે તો ધ્યાન રાખવું જ્યારે બીજા વિસ્તારના લોકો બીજાના વિસ્તારમાં કચરો નાખી જતા હોય તો તેમનો ફોટો પાડી લેવા જોઈએ.




Reporter: admin