વડોદરા : ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને એશિયા પેસિફિક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ બેઝિંગ પ્લસ 30 કે જે બેન્કોક ખાતે યોજાઇ હતી.

તેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ માટે ગુજરાતના વડોદરા તાલુકાના પ્રમુખ અંકિતાબેન પરમારની ભારત દેશના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, આજે જ્યારે બેંગકોક ખાતેની કોન્ફરન્સમાં ભાગ લઈ અને અંકિતાબેન પરમાર વડોદરા એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા, ત્યારે વડોદરા જિલ્લાના અધિકારીઓ વડોદરા જિલ્લાના નેતા તાલુકાના હોદ્દેદારો અને તેમના પરિવારના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે પુષ્પહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું

આ સમયે અંકિતાબેન ને જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા અને બાળ વિકાસના વિઝન સાથે અમે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, અને ભારત દેશમાં મોદી સાહેબની પ્રેરણાથી મહિલાને બાળ વિકાસ માટે થતા કામો અને ત્યાં રિપ્રેઝન્ટ કર્યા હતા, અને મને ભારત દેશમાંથી પ્રતિનિધિત્વ કરવા મળ્યું તે બાબતે હું વડાપ્રધાન સહિત સૌનો આભાર માનું છું, જ્યારે અંકિતાબેનના પિતાએ આ ક્ષણને ગૌરવ પૂર્ણ ક્ષણો કઈ હતી, અને જણાવ્યું હતું કે મારી દીકરી આજે જ્યારે વિદેશમાં જઈને દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે, ત્યારે હું પણ સૌનો આભાર માનું છું, અને મારા પરિવાર મારા સમાજ માટે આ એક ગૌરવની વાત છે.
Reporter: admin