મલાડ વિસ્તારમાંથી એક મહિલાએ દાવો કર્યો છે કે,આઈસ્ક્રીમ કોનમાંથી માણસની કપાયેલી આંગળી નીકળી છે. આ મહિલાએ કપાયેલી આંગળીની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ જણાવ્યુંહતું કે મેં આ આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કરી હતી.પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે, આઈસ્ક્રીમ કોનમાં માનવ અંગ છે. પોલીસે વધુ પુષ્ટિ માટે આઈસ્ક્રીમમાં મળેલા માનવ અંગને FSLમાં મોકલી આપ્યા છે.
Reporter: News Plus