વડોદરા : ખોડીયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક તરીકે આવી દુકાનદારની નજર ચુકવી સોનાની ઢાળકીઓની ચોરી કરી લઇ જવાના ગુનામાં સંડોવાયેલ ઇરાની ગેંગના એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચએ પકડી પાડયો છે.
વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલા. ટીમના માણસો પાણીગેટ ઠેકરનાથ સ્મશાન રોડ નાથરાના પેટ્રોલપંપ નજીક આવતા સામેથી એક ઇસમ મો.સા. પર આવતા જણાતાં અને આ ઇસમ પાસેની મો.સા.પર નંબર પ્લેટ ન હોય જેથી મો.સા.ને ઉભી રાખવા ઇશારો કરતાં આ ઇસમ પોલીસને જોઇ તેની પાસેની મો.સા. પરત વળાવી નાશવાની કોશીશ કરતો શંકાસ્પદ જણાતાં સદર ઇસમને તેની મો.સા.સાથે કોર્ડન કરી રોકી આ ઇસમ નામે બાદશાહઅલી અશગરઅલી સૈયદ ઉ.વ.૬૨ રહે. દેવઝીરી કોલોની વોર્ડ ૦૪, સેંધવા, જી.બડવાણી મધ્યપ્રદેશ રાજ્યનો હોય અને આ ઇસમની ઝડતી દરમ્યાન તેની પાસેથી રોકડા રૂ.૧૫,૦૦૦/- અને રીયલમીનો મોબાઇલ ફોન મળી આવતા તેમજ આ ઇસમ પાસેથી મળી આવેલ રૂપીયા,મો.સા.અને મો.ફોનના કોઈ આધાર-પુરાવા ન હોય જેથી સદરીની સઘન પુછપરછ દરમ્યાન તેને પોતે સાગરીતો સાથે મળી આજથી આશરે પોણા બે મહીના પહેલા વડોદરામાં ખોડીયારનગર ખાતેની જવેલર્સની દુકાને ગ્રાહક તરીકે જઇ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારની નજર ચુકવી દુકાનના ડ્રોવરમાંથી સોનાની ત્રણ ઢાળકીની ચોરી કરેલાની અને તેની પાસેથી મળેલ રોકડા રૂપીયા આ વડોદરા ખાતે ચોરી કરેલ સોનાની ત્રણ ઢાળકીઓ વેચી રૂપીયા મેળવેલ રૂપીયા પૈકીના રૂપીયા હોવાનુ તેમજ વડોદરા ખાતે આ ચોરીના ગુનાના સમયે તેની પાસેના મોટર સાયકલ અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરેલાની તેમજ સાગરીતો સાથે મળી વડોદરા ઉપરાંત આજથી આશરે પોણા બે વર્ષ પહેલા કરજણ બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાઓ તેમજ આજથી આશરે ત્રણ મહીના પહેલા દેવગઢ બારીયા ખાતે બજારમાં આવેલ સોનીની દુકાનમાંથી સોનાની બુટ્ટીઓની ચોરી કરેલાની હકીકત જણાવતા જેથી આ ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી
આ પકડાયેલ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ આરોપીએ સાગરીત સાથે મળી વડોદરાના ખોડીયારનગર ખાતેની જ્વેલર્સની દુકાનેથી સોનાની ઢાળકીઓ ચોરી કરવા અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય અને આ અનડીટેકટ ગુનો ડીટેકટ થતો હોય આરોપી અંગે હરણી પો.સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે.
Reporter: admin