News Portal...

Breaking News :

મમતાના વાહનની તપાસ કરવામાં આવી ‘મારી ગાડી ચેક કરો, જો હિમ્મત હોય તો વડાપ્રધાનની ગાડી કેમ ચેક કરતા નથી.’

2026-04-16 10:18:01
મમતાના વાહનની તપાસ કરવામાં આવી ‘મારી ગાડી ચેક કરો, જો હિમ્મત હોય તો વડાપ્રધાનની ગાડી કેમ ચેક કરતા નથી.’


ઈસ્લામપુર: પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાય તે પહેલા જોરદાર રાજકીય ગરમાવો ચાલી રહ્યું છે. 


અવારનવાર ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી બંને પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે બુધવારે ઈસ્લામપુરમાં જનસભા સંબોધતી વખતે કહ્યું છે કે, ‘મારી ગાડી ચેક કરો, જો હિમ્મત હોય તો વડાપ્રધાનની ગાડી કેમ ચેક કરતા નથી.’ તેમણે આક્ષેપ કર્યો કે, ‘ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને TMC નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવવાનું અને દબાણ કરવાનું રાજકારણ રમી રહી છે.


મમતા બેનરજી (CM Mamata Banerjee)ના જણાવ્યા મુજબ, દમદમ એરપોર્ટ પાસે તેમના વાહનની તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. તેમણે સવાલ કર્યો છે કે, ‘માત્ર પસંદગીના નેતાઓઓને જ ટાર્ગેટ કેમ કરવામાં આવી રહ્યા છે? ભાજપનું રાજકારણ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ બંગાળને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

Reporter: admin

Related Post