News Portal...

Breaking News :

મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીના દર્શનને લઈને મંદિર સમિતિ દ્વારા મોટા ફેરફારો: નિ:શુલ્ક વ્યવસ્થા નાબૂદ અને ફીમાં ફેરફાર

2026-04-16 09:37:20
મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીના દર્શનને લઈને મંદિર સમિતિ દ્વારા મોટા ફેરફારો: નિ:શુલ્ક વ્યવસ્થા નાબૂદ અને ફીમાં ફેરફાર



ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીના દર્શનને લઈને મંદિર સમિતિ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 

ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે હવે ઓફલાઇન બુકિંગની પ્રક્રિયામાં મહત્ત્વનો ફેરફાર કરાયો છે.
ઓફલાઇન બુકિંગ પ્રક્રિયા બંધ
ઉજ્જૈનમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિએ ભસ્મ આરતી માટેની ઓફલાઇન પરમિશનની સુવિધા 9 એપ્રિલથી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. 

અત્યાર સુધી ભક્તો કલાકો સુધી કતારમાં ઉભા રહીને ઓફલાઇન પરમિશન મેળવતા હતા, પરંતુ હવે આ આખી પ્રક્રિયાને ડિજિટલ બનાવી દેવામાં આવી છે.અગાઉ મંદિર સમિતિ દ્વારા કુલ 1700 ભક્તોને ભસ્મ આરતી માટે પરવાનગી આપવામાં આવતી હતી, જેમાંથી 300 ભક્તોને નિ:શુલ્ક (ફ્રી) પરમિશન મળતી હતી. નવા નિયમો મુજબ હવે નિ:શુલ્ક વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. હવે 'તત્કાલ બુકિંગ' હેઠળ આવતા આ 300 ભક્તોએ પણ પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાની ઓનલાઇન ફી ચૂકવવી પડશે.

Reporter: admin

Related Post