આફ્રિકન દેશ મલાવીના વાઇસ પ્રેસિડેન્ટ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ ઉપરાષ્ટ્રપતિના વિમાનનો કાટમાળ મળી આવ્યો છે.
વિમાનમાં 9 લોકો સવાર હતા. તેમાંથી કોઈ બચ્યું નથી.મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન 10 જૂન, સોમવારે સવારે રડારથી ગુમ થયું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર,એવિએશન ઓથોરિટીએ ઘણી વખત પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.ચીલીમાના વિમાને સોમવારે બપોરે ભારતીય સમય અનુસાર 2:47 કલાકે મલાવીની રાજધાની લિલોન્ગવેથી ઉડાન ભરી હતી. લગભગ 45 મિનિટ પછી તે મજુજુ શહેરના એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. જો કે ખરાબ હવામાનને કારણે તે લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી, પ્લેનને લિલોંગવે પરત લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો. આ પછી આ પ્લેન ગુમ થઈ ગયું હતું. મલાવીએ આ વિમાનને શોધવા માટે અમેરિકા, બ્રિટન, નોર્વે અને ઈઝરાયેલની સરકારો પાસે પણ મદદ માંગી હતી.
Reporter: News Plus