News Portal...

Breaking News :

આચાર સંહિતા બાદ પ્રથમ સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે મળશે , 18 કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા

2024-06-11 17:58:56
આચાર સંહિતા બાદ પ્રથમ સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે મળશે , 18 કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા


ડિવાઈડર પ્લાન્ટેશન અને ગાર્ડનના રિડેવલપમેન્ટ માટે ઇજારદારને 19.99 ટકાના ભાવ વધારા સાથે કામ અપાશે સયાજીબાગમાં એનિમલ એન્ક્લોઝર બનાવવાના 25.09 ટકાના ભાવ વધારા અંગેના ઠરાવની ફેરવિચારણા કરાશે.વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આચાર સંહિતા બાદ શુક્રવારના રોજ મળશે. આ બેઠકમાં 18 કામો મંજૂરી માટે એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે.


જેમાં મોટાભાગના વિભાગના કામોને સમાવી લેવામાં આવ્યા છે.  જેમાં ખાસ કાઇને સયાજીબાગમાં એનિમલ એન્ક્લોઝર બનાવવાના કામ અંગે સ્થાયી બેઠકના જુના ઠરાવ અંગે ફેરવિચારણા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતા લાગુ હતી અને તેના પગલે શહેરના વિકાસના કામો ઉપર બ્રેક લાગી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસના કામો લવામાં આવતા ન હતા. ત્યારે આચાર સંહિતા પૂર્ણ થયા બાદ હવે આગામી શુક્રવારના રોજ સ્થાયી સમિતિની બેઠક મળશે. જેમાં 18 કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને સયાજીબાગ ઝુ ના રી- ડેવેલોપમેન્ટની કામગીરીના ભાગરૂપે ફેઝ-2 માં ઝુ માં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એમ કુલ 3 એનીમલના એન્કલોઝર વિકસાવવાના કામે લોએસ્ટ ઈજારદાર મે. હાલાર કન્સ્ટ્રકશનનું નેટ અંદાજીત રકમ રૂ.2,99,53,044 થી 25.09% વધુ મુજબનું રૂ.3,74,69,761નું  ભાવપત્ર મંજુરી અર્થે રજુ કરાયું છે. 


અગાઉ  સ્થાયી સમિતિના  ઠરાવમાં આ દરખાસ્તના આઇટમ રેટ ભાવપત્રમાંથી Reinforcement Concrete Work સિવાયની બાકીની તમામ આઇટમો કરવા ઠરાવાયું હતું. જો કે  એનીમલ ના એસ્ક્લોઝર વિકસાવવાની કામગીરીમાં ફાઉન્ડેશનની કામગીરી Reinforcement Concrete Work ની કામગીરી કર્યા સિવાય શકય બને તેમ નથી. વધુમાં પુરની પરિસ્થિતીમાં નદિના પાળાનું ધોવાણ થતુ અટકાવવા રીટેઈનીંગ વોલ બનાવી જરૂરી છે જેથી આ મુદ્દે ફેરવિચારણા કરવાનું કામ એજન્ડા ઉપર મુકાયું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં ડિવાઈડર પ્લાન્ટેશન અને ગાર્ડન રિડેવલપમેન્ટ માટે ઇજારદાર હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશનને 19.99 ટકાના વધારા સાથે ઈજારો આપવાનું કામ પણ એજન્ડા ઉપર લેવામાં આવ્યું છે.

Reporter: News Plus

Related Post