News Portal...

Breaking News :

મૃત્યુને મહોત્સવ બનાવી દે તે શ્રીમદ્ ભાગવત, મૃત્યુને મારી શકાતું નથી, સુધારી શકાય છે: પૂ.દ્વારકેશ

2024-11-25 13:39:46
મૃત્યુને મહોત્સવ બનાવી દે તે શ્રીમદ્ ભાગવત, મૃત્યુને મારી શકાતું નથી, સુધારી શકાય છે: પૂ.દ્વારકેશ


વડોદરા : વાઘોડિયા રોડ રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂણૉહુતિ  પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહમાં મહારાસના અલૌકિક  દર્શન, સુદામાચરિત્રની વિસ્તૃત ચર્ચા સત્સંગના માધ્યમથી પૂજ્ય દ્વારકેશલાલ  કડીવાળાએ કરતા વૈષ્ણવ ને જણાવ્યું કે પ્રભુ જેવો કોઈ મિત્ર નથી.


દુનિયા પ્રભુ જોડે માગવા જાય , વૈષ્ણવો પ્રભુને આપવા જાય તે સાચો વૈષ્ણવ. હૃદયની પ્રસન્નતા સુદામાનું પગથિયું છે ,મનને પ્રસન્ન રાખવું એ તપ છે, સાંસારીક રીતે વ્યસ્ત હોવા છતાં પ્રભુને યાદ કરે તે સાચો વૈષ્ણવ. વૃદ્ધાવસ્થામાં મૃત્યુને જોવું નહીં પણ બાકી રહેલી ઈચ્છાઓ પૂર્ણ કરો પદ ,પ્રતિષ્ઠા, પાછળ ન દોડો પણ પ્રતિભા લઈને જાવ . શ્રીમદ્ ભાગવત કથા ની પૂર્ણાહુતિએ પુષ્ટિ પતાકા તુજે સલામ એમ પુષ્ટિ ધ્વજ નું પૂજ્યના કર કમલો દ્વારા લહેરાવવામાં આવ્યો .  


પ્રભુ કૃષ્ણએ વ્રજનાચંદ્ર સરોવર અને અન્ય સ્થળો પર ગોપીઓએ સાથે યોજેલા મહારાસની જેમ મહિલાઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ, કથા મંડપમાં દાંડિયા રાસ રમીને પ્રભુ કૃષ્ણની લીલાઓને યાદ કરીને અશ્રુ ભીની ધારાઓ વહીને વૈષ્ણવો કથામાં ભાવવિભોર જોવા મળ્યા્ મનોરથી‌ ગીતાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા યાદગાર કથાનું સુંદર આયોજન જોવા મળ્યું. પૂજ્યએ દરરોજ કથામાં આવનાર અંદાજિત 5000 જેટલા વૈષ્ણવો ને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુંભ આશીર્વાદ પ્રદાન કર્યા.

Reporter: admin

Related Post