વડોદરા : મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસલક્ષી કામો પ્રજાજનો માટે કરવામાં આવે છે ત્યારે અનેક વખત એવું પણ બને છે કે પ્રજાના વેરાના પૈસાનો વેડપાટ પણ જોવા મળે છે

તેવી જ કામગીરી વોર્ડ નંબર 13 માં આવેલ ગંગોત્રી નજીક પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં વરસાદી ગટરની ખાસ ફરી એક વખત તોડીને તેને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ અનેક વખત કંસ ની સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી તે વખતે પણ સ્લેબ તોડી દેવામાં આવ્યો હતો. પાલિકા તંત્રનો અનગઢ વહીવટ અનેકો વખત કામગીરી કરવા છતાં પણ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને ફરી એક વખત વરસાદી ગટરની કાર સાફ કરવાના નામે તોડી દેવામાં આવી છે

કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેચપિત એરિયાનો ગાળો લાંબો હોવાથી આ વરસાદી ગટરનો કાચનો સ્લેબ તોડવામાં આવ્યો છે પહેલા તબક્કાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે આ કામનો ઇજારો જયસ્વાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને અંદાજિત રૂપિયા 7 થી 8 લાખની આ કામગીરી કરવામાં આવશે નોંધણી આ બાબત છે કે અનેક વખત આ જગ્યા પર આ જ વરસાદી ગટરની સાપ સફાઈ માટે સ્લેબ તોડી કામગીરી કરવામાં આવી હતી પણ પાણી ભરવાની સ્થિતિ વોર્ડ નંબર 13 માં આવેલી અનેક સોસાયટીમાં યથાવત જોવા મળતા ફરી એક વખત પાલિકા તંત્રનું અનગઢ વહીવટ સામે આવ્યું છે.




Reporter: admin