વડોદરા: શહેરમાં 100મો તાનસેન મહોત્સવ યોજવામાં આવ્યો જેને માણવા માટે મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવમાં ગાયન અને તબલા વાદન યોજાયું હતું. મધ્યપ્રદેશના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા એમ.એસ. યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગ થી ફેકલ્ટીના પરિસરમાં 100મો તાનસેન શતાબ્દી સમારોહ 2024 ઉજવવામાં આવ્યો. ફેકલ્ટી ડીન ગૌરાંગ ભાવસાર અને નિર્દેશક વંદના પાંડે દ્વારા દીપ પ્રકટાવીને સમારોહનો પ્રારંભ કર્યો હતો.

આ સંગીત સમારોહમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા ડૉ.પૂર્વી નિમગાંવકરએ બંદીશ અને ઠુમરી ગાયકી રજૂ કરી હતી તબલા પર હિતેન્દ્ર દીક્ષિત અને હાર્મોનિયમ પર વિવેક જૈનએ સંગત કરી હતી. ઉપરાંત સંતુર વાદક વિદુષી અગ્રવાલ અને સીતારવાદક પંડિત અસિત ગોસ્વામીની જુગલ બંધી અને શુભ મહારાજનું તબલા વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.






Reporter: admin







