પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશ્નર ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ જુગાર-પ્રોહિબિશન વિરુદ્ધ સતત કાર્યવાહી
મકરપુરા પોલીસે કબ્જે કરેલી વિદેશી દારુની ૧૬ ક્વાર્ટર બોટલ સાથે પકડાયેલ આરોપી જયકુમાર વશિયમ
ગઈ કાલે મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારુની ૧૬ ક્વાર્ટર બોટલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશ્નર ડો. લીના પાટીલ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ અભિષેક ગુપ્તા અને મદદનીશ પોલીસ કમિશ્નર એફ ડિવિઝન પ્રણવ કટારીયાના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં જુગાર અને પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.આ આદેશના અનુસંધાને મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહીલની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ સંજયભાઈ (બ.નં. ૧૯૪૩) અને કપીલ શીમજીભાઈ (બ.નં. ૩૯૧૪)ને અંગત બાતમીદાર મારફતે માહિતી મળી કે એક વ્યક્તિ પાસે વિદેશી દારુની બોટલો છે.બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ તપાસ કરી અને આરોપી જયકુમાર મયુરભાઈ વશિયમ (ઉં. ૨૧)ને પકડી પાડ્યો. તે સોમનાથ નગર, તરસાલી, વડોદરામાં રહે છે. તેની પાસેથી “મેજિક મોમેન્ટ્સ રિમિક્સ સ્મૂથ ગ્રીન એપલ ફ્લેવર વોડકા”ની ૧૮૦ મિ.લી.ની ૧૬ ક્વાર્ટર બોટલ કબ્જે કરવામાં આવી. આ મુદ્દામાલની કુલ કિંમત આશરે ૨,૪૦૦ રૂપિયા છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં ‘સી’ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૨૪૦/૨૦૨૬ નોંધીને પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ), ૧૦૮ અને ૧૧૬(ખ) હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.સારી કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહીલ, એ.એસ.આઈ. દનેશભાઈ હીરાભાઈ, એ.એસ.આઈ. ભાવેશભાઈ રતીલાલ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ બળવંતસિંહ, હરેશભાઈ નાગરભાઈ, કુંદન દીલીપરાવ, જીગરભાઈ અમૃતભાઈ, હિતેશભાઈ વેલસીભાઈ, વન્તેશકુમાર રમેશભાઈ, હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ વશિયમ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રવીણસિંહ અને કપીલ શીમજીભાઈનો સમાવેશ થાય છે.
Reporter: admin







