દિલ્હી : ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો નિષ્ફળ ગઈ તો અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો.
બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક ખાનગી ચેનલને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ છે. આ દરમિયાન શાંતિ વાટાઘાટોમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ખાનગી ચેનલને કહ્યું કે અમેરિકા, મિડલ ઈસ્ટમાં યુદ્ધ ખતમ કરવાના પ્રયાસોમાં ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ભારતે પોતે જ નક્કી કરવું પડશે કે તે શું કરવા માંગે છે.
તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત શાંતિ પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે? તો સર્જિયો ગોરે કહ્યું, 'અમેરિકા તેમની ભાગીદારીનું સ્વાગત કરશે, જેવી રીતે તેણે અન્ય ઘણા દેશોની ભાગીદારીનું સ્વાગત કર્યું છે. સાચું કહું તો, આ ભારતે જ નક્કી કરવાનું છે, મને લાગે છે કે સમગ્ર દુનિયા શાંતિ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી શકે છે અને તેમાં ભારત પણ સામેલ છે.'
Reporter:







