News Portal...

Breaking News :

૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા

2026-04-15 11:22:16
૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા


દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) અભિયાન હેઠળ દેશનાં ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી લગભગ ૫.૨ કરોડ અયોગ્ય મતદારોનાં નામ હટાવી દીધા છે. 


હટાવવામાં આવેલા મતદારોની સંખ્યા કુલ મતદારોનાં ૧૦.૨ ટકા છે.ચૂંટણી પંચનાં જણાવ્યા અનુસાર આ અભિયાન મતદાર યાદીને નિયમિત કરવાના ઉદ્દેશથી ચલાવવામા આવ્યું હતું. જેમાં ગેરહાજર, ટ્રાન્સફર, મૃત્યુ, ડબલ રજિસ્ટ્રેશન  અને અન્ય અયોગ્ય મતદારોનાં નામ હટાવવામાં આવ્યા છે. જેથી નકલી મતદાનનો અવકાશ સમાપ્ત થઇ જાય.ચૂંટણી પંચે જણાવ્યું હતું કે એસઆઇઆરનો પ્રથમ તબક્કો બિહારમાં શરૂ કરવામાં આવ્યો હતો. 


ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તમિલનાડુ જેવા ૧૧ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઇઆર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.અભિયાન દરમિયાન કુલ ૫૧ કરોડ મતદારોની તપાસ કરવામાં આવી હતી. જે પછી ૧૦.૨ ટકા નામ ગેરહાજર, મૃત્યુ કે ડબલ હોવાનાં કારણે દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ પગલું મતદાર યાદીને શુદ્ધ અને સચોટ બનાવવાનાં ઉદ્દેશથી ભર્યુ છે.

Reporter: admin

Related Post