News Portal...

Breaking News :

મકરપુરા પોલીસે ભોગબનનારના જેઠને બળાત્કારના ગુનામાં ઝડપ્યો

2025-07-25 13:51:36
મકરપુરા પોલીસે ભોગબનનારના જેઠને બળાત્કારના ગુનામાં ઝડપ્યો


વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ભોગબનનારની જેઠ દ્વારા બળાત્કારના ગુનાની નોંધ બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી લીધો.



માહિતી મુજબ, જામ્બુવા ગામના રહેવાસી જિગ્નેશભાઈ દલસુખભાઈ રોહીતે આઠ મહિના પહેલા તથા તાજેતરમાં ભોગબનનારાની એકલતાનો લાભ લઈ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. 16 જૂન, 2025ના રોજ પતિ બહારગામ ગયેલા સમયે આરોપીએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા અને ધમકી આપી.



ફરિયાદના આધારે મકરપુરા પોલીસ સ્ટેશને IPC ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે આરોપીને ગણતરીની કલાકોમાં શોધી ધરપકડ કરવામાં આવી.હાલમાં આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

Reporter: admin

Related Post