News Portal...

Breaking News :

૬ ટુ વ્હીલર તથા ૪ સાઇકલ સાથે એક રીઢા ચોરને મકરપુરા પોલીસે પકડ્યો

2025-03-19 11:19:27
૬ ટુ વ્હીલર તથા ૪ સાઇકલ સાથે એક રીઢા ચોરને મકરપુરા પોલીસે પકડ્યો


વડોદરા  :મકરપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલ કુલ-૬ ટુ વ્હીલર તથા કુલ-૪ સાઇકલ સાથે એક રીઢા ચોર ને પકડી પાડી ચોરીના છ અનડીટેકટ ગુના ડીટેકટ મકરપુરા પોલીસે કર્યા છે.



મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી. તથા હ્યુમનસોર્સ આધારે તપાસમા કરતા હતા તે દરમ્યાન આજ રોજ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીગમા હતો તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ નામે સંદેશ જાદવ જેને બદનમા સ્કાય બ્લુ કલરનો શર્ટ પહેરેલ છે. જે એક ચોરીની વ્હાઇટ કલરની એકટીવા જેનો આગળ પાછળ નો નંબર પ્લેટ નથી તે લઇ વેચવા સારૂ ફરે છે. અને હાલમા તે સિધ્ધેશ્વર હિલ નેશનલ હાઇવે થઇ પાર્વતી નગર તરફ ના રસ્તે આવનાર છે". વિગેરે બાતમી આધારે રસ્તે જતા બે પંચોના માણસો બોલાવી બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમા રહી એક ઇસમ નામે સંદેશ વિઠ્ઠલભાઈ જાદવ ઉ.વ.૩૪ હાલ રહે ભાલીયાપુરા ગામ પાસે, બ્રીન્જા રેસીડેંસી, તા.જી.વડોદરા મુળ રહે.


આચરોલી ગામ, તા-મહાર, જી-રાયગઠ રાજય-મહારાષ્ટ્રનાઓ આવતા તેને કોર્ડન કરી તેની પાસે નંબર પ્લેટ વગર ની એક્ટીવા મળી આવેલ જેના માલીકીના પુરાવા રજુ કરવા જણાવતા સદરી ઇસમ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ જેથી સદરી એકટીવા ચોરી અગર છળ કપટ થી મેળવેલ હોવાનું સ્પષ્ટ જણાતા તેને પોતે ચોરી કરેલાની હકિકત જણાવેલ ત્યારબાદ પકડાયેલ ઇસમને કડકાયથી વધુ પુછપરછ કરતા આ સિવાય અન્ય પાંચ ટુ વ્હીલર ચોરી કરી ભાલીયાપુરા ગામ પાસેના બ્રીન્જા રેસીડેંસી એપાર્ટમેન્ટની નવી બંધાતી બિલ્ડીંગ ના પાર્કીંગમા મુકેલાની હકિકત જણાવતો હોય જેથી પકડાયેલ ઇસમને સાથે રાખી તપાસ કરતા ત્યાથી અન્ય પાંચ ટુ વ્હીલર મળી આવેલ જે ટુ વ્હીલર તરસાલી મા અલગ અલગ જગ્યાએ તથા સોમા તળાવ પાસેથી ચોરી કરેલાની હકિકત જણાવતા તેને પાસેથી મળી આવેલ કુલ છ ટુ વ્હીલર જેની કિ.રૂ.૧,૮૫,૦૦૦ગણી ભારતીય નાગરીક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે. તેમજ સદર ઇસમને તા.૧૮ના  ભારતીય નાગરીક સુરક્ષા સહિંતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળનીકાર્યવાહી ચાલુ છે.

Reporter: admin

Related Post