દિલ્હી :દેશનાં એક રાજ્યની 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મોકલતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે તમામ કોલેજોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
દેશની રાજધાની વહેલી સવારે પોલીસની ગાડીઓની સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. સવારના સુમારે અચાનક જ પોલીસની ગાડીઓની સાયરનો વાગતા દિલ્હી વાસીઓમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.દિલ્હીની 20 થી વધુ કોલેજોને બોમ્બ ધમકીઓ મળી છે. ચાણક્યપુરીમાં આવેલી જીસસ એન્ડ મેરી કોલેજ સહિત લગભગ 20 કોલેજોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેના વિશે પોલીસ વિભાગને જાણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસ ટીમો તાત્કાલિક બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે કોલેજોમાં પહોંચી ગઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન કોલેજોની અંદર કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી ન હતી અને ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને શંકા છે કે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિએ VPNનો ઉપયોગ કર્યો હતો.
Reporter: admin







