મહીસાગર પોલીસે બોગસ ચલણી નોટોના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પડ્યો. આરોપીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજસ્થાન ખાતે થી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર પોલીસ મથક વિસ્તારના બોગસ ચલણી નોટોના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીને રાજસ્થાનના પાટ નવાઘરા તાલુકો આનંદપુરીથી ઝડપી પાડવામાં આવ્યો છે.
વર્ષ 2022ના બોગસ ચલણી નોટોના ગુન્હામાં આરોપી ભરત નાથુ પારગી છેલ્લા બે વર્ષથી ફરાર હતો. જેને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન જિલ્લાની પેરોલ ફ્લો શાખા દ્વારા આરોપીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી મહીસાગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Reporter: admin