વડોદરા : ચૈત્ર સુદ નવમી એટલે રામ નવમી પાવન પર્વ નિમિત્તે અકોટા વિસ્તારમાં આવેલ રામેશ્વર સાંઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી મહાયજ્ઞ, મહા આરતી અને મહા પ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન રામનો અવતરણ દિવસ રામ નવમીના પવન પર્વ પર રામેશ્વર સાઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરત પણે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામેશ્વર સાઈનાથ મંદિર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં 10 થી વધુ જોડા એ ભાગ લીધો હતો સાથે જ સાંજના સાત કલાકે સાંઈબાબાની આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોટી સંખ્યામાં થાય ભક્તો એ મહાઆરતીનો લાહવો લીધો હતો અને આરતી સંપન્ન થયા બાદ મહાપ્રસાદીની શરૂઆત કરવામાં આવી હતી મંદિરના આયોજકો દ્વારા આયોજન કરાયું હતું જેમાં 8000 થી વધુ સાંઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સાથે આજે રામ નવમીના પાવન પર્વ પર નાની બાળકીઓ એ ડાન્સ કર્યો હતો.





Reporter: admin







