વડોદરા : ગણેશ બાળ યુવક મંડળ દ્વારા શહેરના ફતેપુરા કુંભારવાડા થી રામનવમી નિમિત્તે ભગવાનશ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારે ચૈત્ર સુદ નવમી એટલે રામનવમી, ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ બાળ યુવક મંડળ, ફતેપુરા દ્વારા બપોરે ચાર વાગ્યે ફતેપુરા, કુંભારવાડા જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ બાળ યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઇ, શિક્ષણ સમિતિના સભ્ય રણજીત રાજપૂત તથા મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિષાબેન ઠક્કર સહિતના આગેવાનો દ્વારા શહેરના ફતેપુરા, કુંભારવાડા થી શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા વાજતે ગાજતે જય રામના જયનાદ અને રામ ધૂન સાથે ફતેપુરા થી કુંભારવાડા થઈ ચાંપાનેર દરવાજા -માંડવી -ન્યાયમંદિર, લહેરીપુરા થી સુરસાગર તળાવ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વિરામ લેશે

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતો હોય પોલીસ દ્વારા પણ સખત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આસપાસના ધાબા પોઇન્ટ સાથે જ બોડી વોર્મ કેમેરાથી સુસજ્જ પોલીસ તહેનાત કરવામાં આવી હતી સાથે જ અહીં રોડ પરની દુકાનો બંધ રાખવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગણેશ બાળ યુવક મંડળના પ્રમુખ ઉમેશભાઇ, મ્યુનિસિપલ કાઉન્સિલર હેમિષાબેન ઠક્કર, શિક્ષણ સમિતિના સભ્ય રણજીત રાજપૂત સહિતના આગેવાનો,કાઉન્સિલરો તથા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.






Reporter: admin