વડોદરામાં આવેલ ૪ ટાઉનહોલ પૈકીનું મહાત્મા ગાંધી નગર ગૃહને ડિમોલિશન ન કરીને રીનોવેટ કરવામાં આવે તેવી આયોજક અને કલાકારોએ માંગ કરી છે.
વડોદરાએ અનેકો રાષ્ટ્રીય અંતરરાષ્ટ્રીય કલાકારો આપ્યા છે. ત્યારે વડોદરામાં મહાત્મા ગાંધી નગર ગૃહ, દીપક ઓપન એર થિયેટર, સર સયાજીનગર ગૃહ, પંડિત દિનદયાલ ઓડિટોરિયમ આવેલા છે. વડોદરાના કલાકારોની કલાને પૂરતું ન્યાય આપતું એવું મહાત્મા ગાંધી નગરગૃહ ડિમોલિશ કરવામાં આવશે. અને નવું નિર્માણ પામશે. ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા અકોટા વિસ્તારમાં સર સયાજીનગર ગૃહ કલાકારો માટે ભેદ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તેનું મેન્ટેનન્સ પણ થતું નથી. સર સયાજી નગર ગૃહમાં કલાકારો દ્વારા પોતાના શોનું આયોજન કરવામાં આવતું હોય છે.
કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. પણ સરસયાજી નગર ગૃહનું એસી બંધ હાલતમાં જોવા મળતા શો જોવા આવેલા લોકો આયોજકો પાસેથી રિફંડ માંગવાનો વારો આવ્યો છે. સર સયાજી નગર ગૃહ ના સ્ટેજની પણ હાલત કફોડી બની છે.ત્યારે દીપક ઓપન એર થિયેટર કરોડોના ખર્ચે બનાવ્યા છતાં ખંડર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરાના કલાકારો માટે પોતાના શોનું આયોજન કરવા એક જ વિકલ્પ પંડિત દિનદયાલ ઓડિટોરિયમનો રહે છે. જોકે પંડિત દિનદયાલ ઓડિટોરિયમ દૂર હોવાના કારણે આયોજકોને હાલાકીનો સામનો કરવો પડે છે.તેથી શોની ટિકિટ વેચાણ ઉપર અસર પડે છે.વડોદરાના તમામ કલાકારો દ્વારા તંત્રને અનુરોધ કર્યો છે કે મહાત્મા ગાંધી નગર ગૃહ જેવું ઉત્તમ ટાઉનહોલનું ડિમોલિશન ન કરીને રીનોવેટ કરવામાં આવે.
Reporter: News Plus