News Portal...

Breaking News :

મહારાષ્ટ્રના બેટસમેન અંકિત બાવને ઉપર એક મેચનો પ્રતિબંધ: અંકિત બરોડા સામે ચાલી રહેલી રણજી ટ્રોફી

2025-01-24 16:19:29
મહારાષ્ટ્રના બેટસમેન અંકિત બાવને ઉપર એક મેચનો પ્રતિબંધ: અંકિત બરોડા સામે ચાલી રહેલી રણજી ટ્રોફી

મુંબઈ : મહારાષ્ટ્રના બેટસમેન અંકિત બાવનેને અસહમતી દર્શાવવા માટે તેના પર એક મેચનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. 


BCCIએ હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી 2024-25ની સિઝનના છઠ્ઠા રાઉન્ડ પહેલા આ ઘોષણા કરી છે. હકીકતમાં આ ઘટના ગત વર્ષે નવેમ્બરમાં MCA (મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન) મેદાનમાં મહારાષ્ટ્રની ગ્રૂપ-Aની મેચ દરમિયાન બની હતી. જે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા સર્વિસેજ સામે હતી.  અમિત શુક્લાની બોલિંગમાં સર્વિસેજના શુભમ રોહિલ્લાના હાથે અંકિત સ્લિપમાં કેચ આઉટ થયો હતો. પરંતુ તે અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાતો હતો કારણ કે તેને લાગ્યું કે તે આઉટ નથી. DRS ઉપલબ્ધ ન હોવાથી નિર્ણયને પડકારી શકાયો ન હોવાથી તેણે લગભગ 15 મિનિટ સુધી મેદાન છોડવાનો ઇનકાર કર્યો હતો. મેચ રેફરી અમિત શર્મા અને મહારાષ્ટ્રના કોચ સુલક્ષણ કુલકર્ણીના હસ્તક્ષેપ બાદ મેચ ફરી શરૂ થઈ હતી.


આ અંગે MCAએ એક પ્રેસનોટ જારી કરીને જણાવ્યું હતું કે, 'મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA) સત્તાવાર રીતે જણાવવા માંગે છે કે, અમારો રણજી ટ્રોફીનો ખેલાડી અંકિત બાવને હાલમાં BCCI દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધનો સામનો કરી રહ્યો છે. પરિણામે અંકિત બરોડા સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચમાં ઉપલબ્ધ રહેશે નહી. જો કે અમને એ વાતની પુષ્ટિ કરતા ખુશી થાય છે કે તે આગળની મેચ માટે ઉપલબ્ધ રહેશે અને મહારાષ્ટ્ર ટીમની સફળતામાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે. અમે BCCIના નિર્ણયનો આદર કરીએ છીએ અને અમે ક્રિકેટમાં શિસ્ત અને ખેલદિલી જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. ટીમ હાલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સંપૂર્ણ રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અમે આગામી મેચમાં અંકિતની ઇનિંગની રાહ જોઈ રહ્યા છીએ.'

Reporter: admin

Related Post