વડોદરા: શહેરના વિશ્વામિત્રી, મહાકાળી નગર ખાતે આવેલા મહાકાળી મંદિરના 18મા મંગલ પ્રવેશ નિમિત્તે મહા આરતી તથા મહાપ્રસાદીનું મહાકાળી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી નજીક મહાકાળી નગર ખાતે આવેલા મહાકાળી મંદિરના 18મા વર્ષે મંગલ પ્રવેશ નિમિત્તે મહાકાળી પરિવાર દ્વારા રાજેશભાઇ ઉર્ફે લાલાભાઇ પઢિયારની અધ્યક્ષતામાં સતત 18મા વર્ષે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં દરેક ધર્મ જ્ઞતિના પંદર હજાર થી વધુ લોકોએ કોઇપણ પ્રકારના ભેદભાવ વિના લાભ લીધો હતો. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ તથા મુસ્લિમ ધર્મગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.




Reporter: admin







