ઇસ્લામબાદ : ચીન તેના ચાઇના- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર- સીપીઇસી-પ્રોજેક્ટમાં કામ કરી રહેલાં ૨૦,૦૦૦ ચીની કર્મચારીઓનું રક્ષણ કરવા માટે તેની સુરક્ષા કંપનીઓને પરવાનગી આપવા દબાણ કરી રહ્યું છે.
હાલ આ ચીની કર્મચારીઓ પર પાકિસ્તાનમાં આતંકી જૂથો દ્વારા થતાં હુમલાઓ વધી ગયા છે. પાકિસ્તાને આ ચીની કર્મચારીઓનું રક્ષણ કરવા ૩૦,૦૦૦ કરતાં વધારે લશ્કરી અને અર્ધ લશ્કરી દળો તેનાત કર્યાં છે. પાકિસ્તાન તેના સાર્વભૌમત્વની ચિંતાને આગળ કરી ચીનના સૈનિકોને તહેનાત કરવાના બિજિંગના દબાણને ખાળી રહ્યું છે.
પાકિસ્તાને ચીનના અત્યાધુનિક ૪૦ સ્ટીલ્થ ફાઇટર વિમાનો જે-૩૫ મેળવવાની યોજના ઘડી છે જે સાકાર થશે તો ચીનના પાંચમી પેઢીના ફાઇટર વિમાનોની સાથી દેશમાં આ પ્રથમ નિકાસ બની રહેશે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર આ નિકાસને કારણે પ્રાદેશિક સંબંધોમાં ખાસ કરીને પાકિસ્તાનના દુશ્મન ભારત સાથેના ચીનના સમીકરણો બદલાશે.
Reporter: admin